માડી મારૂ બચપણ ખોવાયું તારી ગોદમાં
પાછું આપીને લઇ જા તું તારી ભોમ માં ....
કેડીએ કેડીએ ચાલીને ડુંગરે ડુંગરે ભમવું છે..
જંગલોની ભૂલ ભુલામણી માં ભટકવું છે. માડી મારૂ ..
મારે વગર પાંખે ઉડવું છે.ગીરી કંદરામાં ફરવું છે.
તળાવમાં કાંકરો નાખવો છે.કાગળ ની હોડી વહાવી છે. માડીમારૂ ..
મારે નદી કિનારે ચાલી ને પાંદડામાં દીવો વડાવો છે.
મારે ગાયોના દેશમાં જવું છે.એને હાથે થી ખવડાવું છે. માડી મારૂ .
મારે તારા હાથનું ખાવું છે. થાકી ને ગોદમાં સુવું છે
ભૂલીને આ દુનિયા, લાંબી નીન્દરમાં પોઢવું છે. માડી મારૂ ..
-જીવ (જીતેશ શાહ).
No comments:
Post a Comment