Thursday, December 2, 2010

"એ ગામમાં છે આપણું એક ઘર...."











અમેરિકામાં ડલાસ ટેક્સાસ મહીં
એક અર્લીગતન કરી ને ગામ ...

એ ગામમાં છે આપણું એક ઘર....
એને તમે ઘર કહો તો ઘર....

બાકી અમારે મન તો છે એક મંદિર,
આ મંદિરમાં અમારા શ્રીજી ભગવાન

શ્રીજી ભગવાન તો અનેક ના એક
અનેક પુજરીમાં સાવ અલગ છે આ બે.

દસ્તક દીધો નથી અને દરવાજો ખુલ્યો.
ઘરવાળાં લાગશે આપણાં જુના જાણીતા

આવકારો મીઠો આપશે સસ્મિત ચહેરે,
હેત થી નવાડાવસે અને પ્રેમ થી ખવડાવશે.

અહીં આવવાની મનાઈ નથી અને
તમને જવાની પણ મનાઈ નથી.....

અહીં આવે તે ભગવાન જાય તો પણ ભગવાન,
રહે તો પણ ભગવાન ના રહે તો પણ ભગવાન.

આવો તો પણ પ્રેમ ના આવો તો પણ પ્રેમ:
વળી પ્રેમમાં બંધન નહિ, હક નાહક ની ઝંઝટ નહિ.

Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment