Saturday, October 6, 2012

હું માંથી હું ગયો નથી....



આ હું માંથી હું ગયો નથી
પરબ્રહ્મને  સમજ્યો નથી. 

આ જીહવા ચટકા કરેં
બ્રહ્મ પણ લટકા કરેં  

આ  જીવનો સ્વભાવ છે,
એ જ્યાં જશે ત્યાં ત્યાં વસે.

મુકેશે ત્યાં કંસાર અને 
કરશે નવો સંસાર  ત્યાં 


અંધકાર મહી ભટકી રહ્યો 
સંસાર મહી લટકી રહ્યો 

સંસાર માં ભલે રહેં
મન સંસાર મહી ના રહેં.

પ્રભુ  તુજનો  થયો નથી 
તુજમાં કદી રહ્યોં નથી  

ક્યાં સુધી આ હું તું તું તું તું 
પકડા પકડી અને દોડા દોડી.

જીવન સંધ્યા શું આમજ જશે ,
જીવ" ક્યારે મળશે શ્રી ગોપાળ.   આ હું માંથી  ,



-- જીવ
Jitesh Shah
silver spring, MD, 20906
09/25/2012

No comments:

Post a Comment