jeev is basically is a life force among every one. This life force behaves in a different way in different situation and circumstances. Jeev-puran is the experience
put in words...
બા એટલે બા ... બા એટલે બા .... બીજા બધા વગડાની વા બા એટલે મારું ઘર બા એટલે મારી ભાષા બા એટલે દુનિયાની શુરુઆત બા એટલે જ દુનિયા નો એક છેડો બા એટલે બા ....
બા એટલે મારા શ્વાસ ની સાક્ષી બા એટલે મારું અસ્તિત્વ બા એટલે મારું વજૂદ બા એટલે અતુટ વિશ્વાસ બા એટલે મારો પ્રથમ પરિચય બા એટલે મારી સૌ પ્રથમ ગુરુ
બા એટલે કરકસર ની દેવી પણ ભણવા માટે કરકસર નહિ બા ના ગુસ્સ્સામાં પણ પ્રેમ નીતરે બા ના મારમાં પણ નર્યો પ્રેમ બાએ મને ક્યારેય ભૂખ્યો નથી રાખ્યો.. બા એટલે બા ....
બા એટલે ઊર્મિનો સાગર બા એટલે અંતરની અનુભૂતિ બા એટલે બળબળતા વાયરામાં પણ મીઠી મઝાની નીંદર ... બા એટલે ખળખળ વહેતું અમી ઝરણું પાપી પણ તેમાં ડૂબકી દઈને મુક્ત થાય બા એટલે બા ....
બા એટલે દયાની દેવી .. બા એટલે સંતાનનું સુખ માટે જિંદગી સમર્પણ કરતી માતા બા એટલે ભગવાનની અમૂલ્ય ભેટ. બા એટલે બા ....
બા એટલે દુનીયાની પહેલી જીવતી અને જાગતી અજાયબી બાકી બધી એમના પછી આવે બા તો ભગવાન ને પણ એમની રીતે ઉઠાડે નવડાવે રમાડે જમાડે ને સુવાડે ભગવાન પણ ચુપચાપ બધું કરી લે બા પાસે એમનું પણ ન ચાલે. બા એટલે બા .....
બા એટલે મારી કવિતા ની પ્રેરણા બા એટલે કવિતા ની શુરુઆત મધ્યાંતર અને અંત , બા એટલે અલ્પવિરામ અને બા એટલે જ પૂર્ણવિરામ. બા એટલે બા ....
"જીવ" અજબ છે આ બા ! કોણે બનાવી આ બા? ભગવાનને જયારે લાગ્યું કે હું બધે નહિ પહોંચી વળું ૨૪/૭ એટલે મોકલી આપણી પાસે
" જીવ "સવાલ એ નથી કે બાએ શું કર્યું આપણે માટે ? આપણે શું કર્યું બા માટે ?
Jitesh Shah (જીતેશ શાહ) કાગળ પર આજની તારીખ ૨૫મિ ઓક્ટોબેર ૨૦૧૦.
We always wonder why some people do everything which is against the law, moraly and spiritually but enjoy all worldly benefits?
ReplyDeletewhere as some person who goes by law do everything which is accepted by us suffers in every aspect of life?
Have you noticed some time a Dog gets better treatment then a living Person and I always wonder why?
ReplyDeleteબા એટલે બા ...
ReplyDeleteબા એટલે બા ....
બીજા બધા વગડાની વા
બા એટલે મારું ઘર
બા એટલે મારી ભાષા
બા એટલે દુનિયાની શુરુઆત
બા એટલે જ દુનિયા નો એક છેડો બા એટલે બા ....
બા એટલે મારા શ્વાસ ની સાક્ષી
બા એટલે મારું અસ્તિત્વ
બા એટલે મારું વજૂદ
બા એટલે અતુટ વિશ્વાસ
બા એટલે મારો પ્રથમ પરિચય
બા એટલે મારી સૌ પ્રથમ ગુરુ
બા એટલે કરકસર ની દેવી
પણ ભણવા માટે કરકસર નહિ
બા ના ગુસ્સ્સામાં પણ પ્રેમ નીતરે
બા ના મારમાં પણ નર્યો પ્રેમ
બાએ મને ક્યારેય ભૂખ્યો નથી રાખ્યો.. બા એટલે બા ....
બા એટલે ઊર્મિનો સાગર
બા એટલે અંતરની અનુભૂતિ
બા એટલે બળબળતા વાયરામાં
પણ મીઠી મઝાની નીંદર ...
બા એટલે ખળખળ વહેતું અમી ઝરણું
પાપી પણ તેમાં ડૂબકી દઈને મુક્ત થાય બા એટલે બા ....
બા એટલે દયાની દેવી ..
બા એટલે સંતાનનું સુખ માટે
જિંદગી સમર્પણ કરતી માતા
બા એટલે ભગવાનની અમૂલ્ય ભેટ. બા એટલે બા ....
બા એટલે દુનીયાની પહેલી
જીવતી અને જાગતી અજાયબી
બાકી બધી એમના પછી આવે
બા તો ભગવાન ને પણ
એમની રીતે ઉઠાડે નવડાવે
રમાડે જમાડે ને સુવાડે
ભગવાન પણ ચુપચાપ બધું કરી લે
બા પાસે એમનું પણ ન ચાલે. બા એટલે બા .....
બા એટલે મારી કવિતા ની પ્રેરણા
બા એટલે કવિતા ની શુરુઆત
મધ્યાંતર અને અંત ,
બા એટલે અલ્પવિરામ અને
બા એટલે જ પૂર્ણવિરામ. બા એટલે બા ....
"જીવ" અજબ છે આ બા !
કોણે બનાવી આ બા?
ભગવાનને જયારે લાગ્યું કે
હું બધે નહિ પહોંચી વળું ૨૪/૭
એટલે મોકલી આપણી પાસે
" જીવ "સવાલ એ નથી કે
બાએ શું કર્યું આપણે માટે ?
આપણે શું કર્યું બા માટે ?
Jitesh Shah (જીતેશ શાહ) કાગળ પર આજની તારીખ ૨૫મિ ઓક્ટોબેર ૨૦૧૦.
સમય સાથે નથી રહ્યો
ReplyDeleteસમય સાથે નથી રહ્યો
એનો અફસોસ છે.
સમય ને ભૂલ્યો નથી
એનો આનંદ છે.
અફસોસ નથી ગુમાવ્યું કેટલું?
આનંદ છે કે ના માંગે મળ્યું!
આભાર હે ભગવાન!
તને હું ભૂલ્યો નથી.
કહું છું યાદ રાખજે તું ?
"જીવ" ને પણ ભૂલીશ નહિ.
જીવ
તુજ તારો ભગવાન થઈ જાશે...
ReplyDeleteહે જીવ! ક્યારેક
લખેલું ભુંસાઈ જાશે...
વાંચેલું વિસરાઈ જાશે..
ગોખેલું ભલાઈ જાય..
જોએલું અદ્રશ્ય લાગશે ...
શબ્દોના અર્થ બદલાઈ જાય ...
અરે ભાવાર્થ પણ બદલાઈ જાય ..
દુશ્મન મિત્ર થઈ જાશે?
મિત્ર દુશ્મન થઈ જશે?
દુનિયા આખી બદલાઈ જાશે ...
હોઈ શકે ભગવાન પણ બદલાઈ જાય....
જીવ જયારે તને તારી સાથે
સાચી ઓળખાણ થઈ જાશે
અનુભવ કામ નહિ આવે
સંસાર અસાર દેખાશે
તારો આ હું મરી જશે ?
તુજ તારો ભગવાન થઈ જાશે...
જીવ.
Jitesh Shah (જીતેશ શાહ) કાગળ પર ૩૧મિ ઓક્ટોબર 2010