લખેલું ભુંસાઈ જાશે...
વાંચેલું વિસરાઈ જાશે..
ગોખેલું ભૂલાય જાય..
જોએલું અદ્રશ્ય થાય...
શબ્દોના અર્થ બદલાઈ જાય ...
અરે ભાવાર્થ પણ બદલાઈ જાય ..
દુશ્મન મિત્ર થઈ જાશે?
મિત્ર દુશ્મન થઈ જશે?
દુનિયા આખી બદલાઈ જાશે ...
હોઈ શકે ભગવાન પણ બદલાઈ જાય....
જીવ જયારે તને તારી
સાચી ઓળખાણ થાશે
અનુભવ કામ નહિ આવે
સંસાર અસાર દેખાશે...
તારો આ "હું" મરી જશે ?
તુજ તારો ભગવાન થશે...
જીવ.
Jitesh Shah (જીતેશ શાહ) કાગળ પર ૩૧મિ ઓક્ટોબર 2010
No comments:
Post a Comment