Thursday, November 4, 2010

દિવાળી આવી દિવાળી આવી ..








દિવાળી આવી દિવાળી આવી
નવા વર્ષ ની વધાઈ લાવી.

વીતેલ વર્ષનું ચિઠ્ઠો લાવી
નવા વર્ષનું બજેટ લાવી.

ભૂતકાળ નો પરદો ઉઠાવ્યો
ભવિષ્ય નું સ્વપ્ન લાવી.

જીવન નું સરવયૂ કાઢ્યું
ભાવી માર્ગ દર્શન ચીંધ્યું ,

જુનો કચરો કાઢી નાખો
અંતર મન નિર્મળ બનો

દુશ્મની ભૂલી જઇ
પ્રેમનો પ્રારંભ કરો.

વિશ્વાસનો આધાર બનો
શ્રધાનો દીપક જલાઓ

-- જીવ
Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment