Saturday, November 6, 2010

ના કહેવાય ના સહેવાય...










કવિતા કવિતા શું કરોં?
પેટે લાગી લાહ્ય..

શબ્દો લાગે જીવડા
પેટ મહીં મરડાય

પેટે પાટા બાંધી..
કવિતા પણ ગભરાઈ

મન ભૂખ્યા સહેવાય..
તન ભૂખ્યા ના સહેવાય

કવિતા તો તેજ માણસે
જેને મનની ભૂખ કહેવાય.

જીવ તારી આ વ્યથા ..
ના કહેવાય ના સહેવાય.

જીવ

જીતેશ શાહ.

No comments:

Post a Comment