Thursday, November 11, 2010

સાથે મળીને ઉડીએ એજ લખવાનું સખી!


આ કવિતા ની પ્રેરણા મને ઊર્મિ સાગર માં

રજુ થયેલ કવિતા "એ જ કહેવાનું સખા!" માં થી માળી છે.

હું તેમનો આભારી છું.




વ્હાલની લીપી

છે સખી સાચવીશ સ્નેહથી , ઉકેલીશ

લાડ થી !


પ્રેમ આંખ થી છલકાઈ ગયો એજ લખવાનું સખી!

પાપણો બંધ કરી તો પણ વહી ગયો એજ લખવાનું સખી!


એક પંખી ને પંખ ઉગી એજ લખવાનું સખી!

મુક્ત ગગનમાં ઉડવા મળ્યું એજ લખવાનું સખી..


ઉડતા પહેલા પડ્યો અને પડતા ઘણું રડ્યો ..

ઉડવાનું નથી છોડ્યું એણે એજ લખવાનું સખી!


આભને ચૂમવા દે ચારે દિશા માપવા દે આજે

પ્રેમ માં ના બાંધીશ એજ લખવાનું સખી!


પ્રસવની પીડાપછી મુક્તિ નો આનદ એજ લખવાનું સખી!

આવ "જીવ" સાથે મળીને ઉડીએ એજ લખવાનું સખી!

"જીવ"


--
Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment