Thursday, November 11, 2010

દીકરી મારી વહાલ નો દરીઓ....



દીકરી મારી વહાલ નો દરીઓ
અજાણ્યાને કેમ આપું.

કાળજાનો આ એક જ ટુકડો
પારકા ને કેમ સોપું
.
બેટા તને હું શું આપું,
તે તો કંઈ ના આપવામાં રાખ્યું

શ્રીનાથજીએ સુદામાને આપ્યું
તે તો તેમાં પણ હદ કરી નાખી.

ચપટી ધાનની કરજ ન રાખી.
બધું હજાર ગણું કરીને આપ્યું.

બેટા હું તારી માં, અરે શ્રીનાથજી
પણ ન જાણે તું ક્યારે મારી માં થઇ

આ "જીવ " શું કરશે
શ્રીનાથજી આ " જીવ" નું કંઈક કરો.

દીકરી મારી વહાલ નો દરીઓ
અજાણ્યાને કેમ આપું?

કાળજાનો આ ટુકડો
પારકા ને કેમ આપું?
.



.


--
Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment