Monday, November 15, 2010

રાધિકા વિવાહ

ઉગતા વ્હાણે રાધiની માડી જાગી
એના ચિત્ત માં ચટકો લાગ્યો રે..
આ શું તે કીધું....

કુંવરી તે તો દુખના દરિયા આજ રેલ્યા
તે સુખના માર્ગ મેલ્યા રે..
આ શું તે કીધું...

કુંવારી તે તો કયી નગરીમાં હેત વેર્યા
તે ચૂડલો કોનો પહેર્યો રે..
આ શું તે કીધું...

માતા મેં તો મથુરા નગરીમાં હેત વેર્યો રે
મેં ચૂડલો કૃષ્ણ નો પહેર્યો રે..
બહુ સારું કીધું....

કુંવરી તારો માંડવડો કોણે રોપ્યો
તારા વરને કોણે પોક્યો રે..
આ શું...

મારો માંડવડો શિવજીએ રોપ્યો રે
ઉમીએ વરને પોક્યો રે...
બહુ સારું કીધું..

માતા મેં તો શિવ ને ચઢાવ્યા ફૂલ ગજરા
વાસુદેવ સરખા સસરા..રે
બહુ સારું કીધું..

માતા મેં તો શિવ ને ચઢાવ્યા ફૂલ જસુ
દેવકીજી સરખા સાસુ .રે
બહુ સારું કીધું..


માતા મેં તો શિવને ચાધ્વ્યા ફૂલ હાર
મારે કૃષ્ણ સરખા ભરથાર રે
બહુ સારું કીધું...

કુંવરી એતો કૃષ્ણ કહેવાયો કાળો
એ ગાયોનો ગોવાળો રે..
આ શું તે કીધું...

માડી મારા કૃષ્ણ ને એવું ના કહીએ
એના ચારને જઈને રહીએ રે..
બહું સારું કીધું.

માતા એતો તેત્રીસ કરોડનો દેવ
કહેવાયો સૃષ્ટિ નો સર્જન
હારો રે..
બહુ સારું કીધું.



No comments:

Post a Comment