રુકમણી લખી કાગળ મોકલે રે
દ્વારિકાના નાથરે જાધાવરાય
કુન્દાન્પુરમાં પધારજો રે
મારી ગાયો ના ગોવાળ રે જાધાવરાય'''''કુન્દાન્પુર્મ
મારી આંખલડી એ અમી ઝરે રે
ગાયો તણાંપ્રતિપળ રે જાધાવરાય..
જસ તમારો મેં સંભાળ્યો રે
નારદજીના મુખરે જાધાવરાય ..
'''''કુન્દાન્પુર્
વાળાને દિન તમ કારણ રે
તજી તરસને ભૂખ રે જાધાવરાય ...
'''''કુન્દાન્પુર્
રૂપ તમારું હ્રીદયે વસ્યું રે
મારી ના જોશો જાતભાત રે જાધાવરાય રે
'''''કુન્દાન્પુર્
રુક્મેયો મારો વેરી થયો રે
ને શોધી કાઢ્યો શીશુપાલ્રે રે ..
'''''કુન્દાન્પુર્
શિશુપાલે શ્રવણે સાંભળ્યું રે
સંભાળતા લાગીછે ઝાળ રે જાધાવરાય રે .
'''''કુન્દાન્પુર્
કપટી રે
કપટ કરી જશે રે
જોજો ના લઇ જય રુકમણી નાર જાધાવરાય .
'''''કુંદનપુર
લખી ને પત્રિકા વિનવું રે
ઘડીએ ના કરશો વિલંબ જાધાવરાય ..
'''''કુંદનપુર
શુકન થયાને ભટ્ટ આવીયારે
હયે ન હરખ ના માયરે જાધાવરાય ...
'''''કુંદનપુર
લખીને પત્રિકા વિનવું રે
થોડાનું ઘણું માંનો રે જાધાવરાય ..
'''''કુંદનપુર
વધામણી માં વેગે શું કરે
પોતે લાગ્યા પાયરે જાધાવરાય રે ..
'''''કુંદનપુર
ભીમાંક્રાય સામા
ગયા રે
આપ્યા આસન માન રે જાધાવરાય રે ..
કુંદનપુર
સરખી સહેલીના સાથ મારે રે
અંબિકા પૂજવાને જયારે જાધાવરાય
'''''કુંદનપુર
પૂજાને કીધી પ્રેમથી રે
માતાજી ની મંગલ ગાય રે જાધાવરાય રે ..
'''''કુંદનપુર
દ્વારિકામાં વાજિંત્ર વાગીયારે
ગોમતીજી માં ગગડિયા નિસાન હો (૨)
જાધાવરાય પરણ્યા રુકમણી રે
ગગચાર્યે હાથે વાળો મેલ્યોરે
રુક્માંયાએ દીધું કન્યાદાન હો કીધું કન્યાદાન.. જાધવ.
હાથી ઘોડા કન્યા કેરે દાસી ઓરે
સુભદ્રાને શોભતા શણગાર હો શોભતા શણગાર..જાધવ
ધૂપ દીપ દાવની સહુ આંગણે રે
ઘેર ઘેર પૂર્યા મોતી કેરા ચૌક....જાધવ
ઘેર ઘેર ઉત્સવ અતિ ઘણો રે
ઘેર ઘેર રોપ્યા કેળ કેરા સ્તંભ રે..
કદળી કેરા સ્તંભ...જાધવ
No comments:
Post a Comment