જીન્દગી આખી જતી રહી
પણ સાલું "આઈ લવ યુ"
કહેવાનું જ રહી ગયું?
જીન્દગી આખી વિતાવી
તને સમજવામાં.
પણ "આઈ લવ યુ"
કહેવાનું જ ભૂલી ગયો.
દુનિયા આખાને કહી દીધું
પણ સાલું તને જ કહેવાનું રહી ગયું,
અરે હદ તો ત્યારે થઇ ગઈ સાલું
જેને નહતું કેહવું તેને પણ કહીં દીધું
સાલું તને એકલાને જ કહેવું રહી ગયું.
એક જીન્દગી કાંફી નથી સાલું
તને સમજવામાં
લેવાં પડશે કેટલા જન્મ
રહેવા દે " જીવ " તને ખબર નથી.
જીન્દગી આખી વહી જાય છે.
પણ જીવન કોરું રહી જાય છે.
ના કહેવાનું કહેવાય જાઇ છે.
સાલું જે કહેવાનું તે જ રહી જાય છે
જે કંઈ પણ બચ્યું હતું તે સાલું
વહી ગયું આ જીવન સરીતા માં.
શબ્દોં ખોખલા હતાં, વિચારોં બોખલા હતાં.
આચરણ માં અભાવ હતોં વ્યવહાર માં કભાવ હતોં.
સાચું કહું છું શ્રીનાથજી
આ " જીવ " ને ખબર નથી
થઇ શકે તો માફ કરી દે જે
નહિ તો તારી સજા માટે " જીવ" છું.
જીન્દગી આખી જતી રહી
પણ સાલું "આઈ લવ યુ"
કહેવાનું જ રહી ગયું?
--
Jitesh Shah (જીતેશ શાહ)
No comments:
Post a Comment