શરણ લઈને આવ્યો દ્વારે
શ્રીજી મને સંભાળજે...શરણ ...
ભવભવ ભટકી થાક્યો
શ્રીજી ભક્તિને પથ વાળજે...શરણ
માંગું હું તો શ્રીજી એવું
ભક્તિ તારી આપજે...શરણ ,
માયાના બંધન ને મારી
કરુણા કરીને રાખજે ...શરણ
દિલડાનો દાવાનળ મારો
તુજ વિના કોણ ઠારશે ...શરણ
તુજ વિના કોણ શ્રીજી ,
મુજને મીઠા નજરથી ભાવશે....શરણ
તારી છત્ર છાયા નીચે
ગુણ ગાન તારા ગવ્દાવજે.. ...શરણ
તારી સ્નેહની સરિતામાં,
નિત નિત મને નવાડાવજે.. ...શરણ
જન્મો જનમ ના ઘાવો
શ્રીજી તું પંપાળજે..શરણ
ચોર્યશી ના ચકરાવામાં
મુજને તું ના નાખજે...શરણ
કાવ્યથી કલ્પના કરું છું,
સન્મુખ મારા આવજે..શરણ
માંગું હું એટલુજ માંગું,
જન્મ મરણ તું ટાળજે. શરણ..
No comments:
Post a Comment