Thursday, November 18, 2010

નથી હવે નાના કંઈ સમજો તો સારું..

નથી હવે નાના કંઈ સમજો તો સારું
આવનાર તોફાન ને કેમ કરી વારુ
શીદને બોલ્યાએ આકરા વેણ
શબ્દોના ની એ અણધારી ચૌટ
કોણ જાણે કેટલાને ડુબાડશે
આ તોફાન તો આવશે ને નીકળી જશે
અસર રહેશ જિંદગી આખર તક
આ અવસર ને કેમ કરીને ટાળું

— નથી હવે નાના ...

ઘરમાં સાથે રહીએ તો બે વાસણ ખખડે
બૈરા ની વાતોમાં તમે કેમ પડ્યા
અમે તો આ ભવસાગરના માછલા
રોજ લડીએ રમીએ ને મળીએ છે
તમે રહ્યા માનસરોવર ના હંસ
તમારે તમારાં મોભામાં રહેવું
એકજ ઘરમાં રહીને કેમ કરીને વારું

— નથી હવે નાના ...

ઘરમાં સાથે રહીએ તો બે વાસણ ખખડે
ક્યારેક જોય ને પણ નથી જોયું
મોટાએ મોટાઈમાં રહેવું
મોટાએ નાનામાં ના કરવું નીચા જોણું
બસ એમજ બધાની ભલાઈ છે.

— નથી હવે નાના ...

"જીવ" તારે તારી શાન માં રહેવું
નકામી ભાન્જાગઢ માં ના પડવું ...
સંબંધો બધા છે કર્મોના ફળ....
તારે લેવી છે કર્મફળ મુક્તિ..
એમાં નાં પડવું
— નથી હવે નાના ..

No comments:

Post a Comment